કોઈ અતિ નિદ્રાવશ મનુષ્ય ને તેના મર્મસ્થાન ઉપર મુદગર ની ચોટ મારે, અથવા અગ્નિ ના આતાપથી દેહને જરા ઉષ્ણતા લાગે, અથવા ક્યાંય વાજિંત્રોના અવાજ સાંભળે તો તે તુરંત જાગૃત થઇ જાય છે. પરંતુ અવિવેકી જીવને તો પાપકર્મના ઉપરાઉપરી ઉદયરૂપ મુદગર ના માર મર્મસ્થળ ઉપર પડ્યા કરે છે, મહાદુઃખ ત્રિવિધ તાપ થી તેનો દેહ નિરંતર બળી રહ્યો છે અને આજ આ મર્યો, ફલાણો આમ મર્યો અને ફલાણો તેમ મર્યો, એવા યમરાજના વાજિંત્રોના ભયંકર શબ્દો વારંવાર સાંભળે છે, છતાં એ મહા અકલ્યાણકારક અનાદિ મોહનીદ્રાને જરાય વેગળી કરી શકતો નથી, એ પરમ આશ્ચર્ય છે.
Quick Links