Mangalwani

નિમિતે કરીને જેને હર્ષ થાય છે, નિમિતે કરીને જેને શોક થાય છે, નિમિતે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિતે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકુળ એવા પ્રકારોને દ્વેષ થાય છે, નિમિતે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિતે કરીને જેને કષાય ઉદભવે છે, – એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિતવાસી જીવોને સંગ ત્યાગવો ઘટે છે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત્સંગના અયોગે તથાપ્રકારના નિમિતથી દુર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિતે નિમિતે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે.

— કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી, પત્ર ક્રમાંક ૬૩૬ ( ૨૮ વર્ષની આયુએ શ્રી કુંવરજી આનંદજી પર લખેલ પત્ર)